Sunday, 25 November 2012

' પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'

      સી.આર.સી.કક્ષાએ  'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા' યોજાયા બાદ તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં ઝીલવાણા અનુપમ શાળાની વિદ્યાર્થીની ડોડીયા ભારતીબેન પ્રથમ સ્થાને રહી હતી તેમજ જીલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાને રહી સમગ્ર ઝીલવાણા ગામ,સમી-૨ સી.આર.સી. અને સમી તાલુકાનું નામ રોશન કરી રૂપિયા બે હજારનું રોકડ ઇનામ પ્રાપ્ત કરેલ હતું.આમ શરૂઆતથી જ સારું અને સાચું માર્ગદર્શન તેમના શિક્ષકશ્રી તરફથી મળ્યું અને ત્યારબાદની સ્પર્ધામાં સારું પ્રેરક વાતાવરણ મળ્યું હતું જેનું સુંદર પરિણામ મળ્યું.શાળા પરિવાર અને ભારતીબેનને ખુબ ખુબ અભિનંદન તેમજ તેના માર્ગદર્શક શિક્ષક્શ્રીને ધન્યવાદ .....



'પંચશક્તિ વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા'

       ચાલુ  સાલે શાળા કક્ષાએ 'પંચશક્તિ વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા' યોજાઈ હતી જેમાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સી.આર.સી.કક્ષાએ આ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતાને જીલ્લા કક્ષાએ ભાગ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે સમી-૨ સી.આર.સી.ની પાંચેય પેટા શાળાઓનાં બાળકોએ સદર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પંચશક્તિ નિબંધ લેખન સ્પર્ધા 

પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા 

     આ સ્પર્ધામાં ભાગ લેનારને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે સમી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી એન.વી.ગોહિલ,કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ ,પે.સેન્ટરના આચાર્યશ્રી પસાભાઈ પટેલ ,અકબરખાન સિપાઈ મુખ્ય શિક્ષક અને માર્ગદર્શક શિક્ષકો અને આ સ્પર્ધાના નિર્ણાયકો શ્રી મહીપતરામ રાજગોર સહીત સ્પર્ધકોએ હાજરી આપી હતી.

પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં.

       'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં બહેનોના  વિભાગમાં ઝીલવાણાની વિદ્યાર્થીની ભારતીબેન ડોડીયા પ્રથમ સ્થાને રહી હતી.જેના પ્રભાવક વક્તવ્યે સોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

         'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં ભાઈઓના  વિભાગમાં કઠિવાડા શાળાનો વિદ્યાર્થી  સંકેતજી ઠાકોર દ્વિતીય સ્થાને રહ્યો હતો.

'પંચશક્તિ નિબંધ લેખન સ્પર્ધા'માં ભાઈઓના વિભાગમાં પાર્થ ડોડીયા ઝીલવાણા શાળાનો વિદ્યાર્થી પ્રથમ રહ્યો હતો.


'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં બહેનોના  વિભાગમાં સમી કન્યા શાળા નં-૨ ની  વિદ્યાર્થીની  સંકેતજી પ્રથમ  સ્થાને રહી હતો.


 




એસ.ટી.પી.વર્ગની મુલાકાત

   સી.આર.સી.સમી-૨ ની પેટા શાળાઓ પૈકી સમી કન્યા પ્રાથમિક શાળા નં-૨ માં એસ.ટી.પી.વર્ગ ચલાવવા માં આવી રહ્યો છે જેમાં કુલ-૧૯ બાળકોને આવરી લેવામાં આવેલ છે.આ બાળકોને સ્પેશ્યલ ટ્રેઈનીંગ આપીને વય કક્ષાઅનુસાર જે તે ધોરણમાં પ્રવેશ આપીને મેઈન સ્ટ્રીમ કરવામાં આવ છે.આ વર્ગના બાલમિત્ર  શ્રી લાખાભાઈ આ બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે તે સમયની તસ્વીર...



ઈ.સી.સી.ઈ.વર્ગની મુલાકાત

       સી.આર.સી.સમા-૨ માં સમી કન્યા પ્રાથમિક શાળા નં-૨ દ્વારા બે ઈ.સી.સી.ઈ.વર્ગો ચલાવવામાં આવે છે.જેની કો.ઓર્ડીનેટરે મુલાકાત લીધી હતી.જેમાં બાળકોની નિયમિત હાજરી,બાળકોને આપવામાં આવતો નાસ્તાનું યોગ્ય પ્રમાણ અને બાળકોને યોગ્ય વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો કાર્યકરે કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઈ.સી.સી.ઈ.વર્ગ-૧ પિયાની લીંબડી ,મોટો માઢ,સમી 

                                      ઈ.સી.સી.ઈ.વર્ગ-૨ મફતપુરા,સમી


         આ બંને વર્ગોમાં બાળકોને નાસ્તો અને મનગમતું વાતાવરણ બાળકોને પૂરું પાડવાના પૂરતા પ્રયાસ કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.


શિક્ષક સ્ટાફ મીટીંગ

      સી.આર.સી.સમી-૨ દ્વારા પેટા શાળાઓમાં રીશેસના સમયે શિક્ષક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં શૈક્ષણિક વર્ષની  શરૂઆતમાં શાળાકીય આયોજન અને વર્ગનું માસવાર-તાસવાર આયોજન તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન,વિદ્યાર્થીઓની નિયમિત હાજરી અને એ માટે શરૂઆતથી જ રાખવાની કાળજી તથા વાલીઓની આપણી પાસેની અપેક્ષાઓ પર ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

તારોરા પ્રા.શાળા શિક્ષક બેઠક 

કઠિવાડા પ્રા.શાળા શિક્ષક બેઠક 



સમી કન્યા પ્રા.શાળા નં.૨ 


ઝીલવાણા અનુપમ પ્રા.શાળા 

           આ મીટીંગમાં અબ્રાહમ લિંકનનો શિક્ષકને પત્ર વંચાણે લેવામાં આવ્યો હતો.તો સાથે સાથે શિક્ષકોને સમાજની આપણા પાસેની અપેક્ષાઓ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.દરેક શિક્ષક મિત્રોએ પોતાના થકી શાળામાં કરેલ નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપવા મુખ્ય શિક્ષકે શિક્ષકોને પ્રેરતા રહેવાની અપીલ કરી હતી તેમજ સી.આર.સી.તરફથી આ માટે શ્રેષ્ઠ શિક્ષક સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતાં.

પ્રજ્ઞા વર્ગ

     સી.આર.સી.સમી-૨ ની કઠિવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૪ માં પ્રજ્ઞા અભિગમ અમલી છે.આ શાળાની મુલાકાત દરમિયાન શાળાના બાળકો અને શિક્ષકો પ્રવૃત્તિમાં તન્મય થયેલા જોઈ શકાય છે.

ગુજરાતી વર્ગ 

ગણિત વર્ગ 

વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ડિસપ્લેબોર્ડ  પર 

          આ નવા વર્ષની શરૂઆતની  ડિસપ્લેની તસ્વીર છે.બાળકોને પ્રવૃત્તિમય રાખતો અને વાસ્તવિક અનુભવ આપતો અભિગમ એટલે જ પ્રજ્ઞા અભિગમ. 

શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨

     સૃષ્ટિ પરના પરમતત્વને આવકારવાનો ઉત્સવ એટલે પ્રવેશોત્સવ ! તા.૧૬/૦૬/૨૦૧૨ના રોજ સમી-૨ ની સી.આર.સી.ની ઝીલવાણા અનુપમ શાળા,કઠિવાડા અને તારોરા પ્રાથમિક શાળાઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો.જેમાં ડાયેટ પાટણમાંથી ડૉ.પિન્કીબેન રાવલ લેક્ચરર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તો કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ ,એસ.એમ.સી.ના અધ્યક્ષ,ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.ખરા અર્થમાં આ લોકોત્સવ બની રહ્યો હતો.

   ઝીલવાણા અનુપમ પ્રા.શાળા 

કઠિવાડા પ્રા.શાળા

તારોરા પ્રા.શાળા 

      આ સાથે સાથે આંગણવાડીનાં બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો;તો વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રથમ વખત જ આ સાથે શિષ્યવૃત્તિનું વિતરણ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ.તમામ શાળાઓમાં દાતાઓ તરફથી પાટી-પેન ,દફતર અને તિથીભોજ્ન આપવામાં આવ્યું હતું. 


શ્રેષ્ઠ એસ.એમ.સી.એવોર્ડ


    સર્વ શિક્ષા અભિયાન-પાટણ દ્વારા સને-૨૦૧૧-૨૦૧૨ના વર્ષની તાલુકા કક્ષાએ 'શ્રેષ્ઠ એસ.એમ.સી.સ્પર્ધા' યોજાઈ હતી, જેમાં સી.આર.સી.સમી-૨ ની  તારોરા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં સમી તાલુકાની શ્રેષ્ઠ એસ.એમ.સી.સ્પર્ધામાં તારોરા એસ.એમ.સી.ને પ્રથમ સ્થાન મળ્યું હતું.આ સ્પર્ધામાં રૂપિયા પાંચ હજારનો ચેક,ટ્રોફી અને સન્માન પત્ર સર્વ શિક્ષા અભિયાન કચેરી પાટણ તરફથી એનાયત કરવામાં આવ્યું હતું.
     આ એવોર્ડ ચાલુ સાલે યોજાયેલ કન્યાકેળવણી અને શાળા પ્રવેસોત્સવ કાર્યક્રમમાં તારોરા ગામે ડૉ.પીન્કીબેન આર.રાવલ લેક્ચરર ડાયેટ પાટણ અને સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલના વરદ હસ્તે તા.૧૬/૦૬/૨૦૧૨ના રોજ એનાયત થયો હતો.આ એવોર્ડ તારોરા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષશ્રી સુધીરદાન ગઢવી ,શાળાના મુખ્ય શિક્ષક શ્રી બળદેવભાઈ દેસાઈ ,ગામના સરપંચશ્રી નવલસંગ વાઘેલા અને એસ.એમ.સી. તથા શાળા પરિવારના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.
    સદર એસ.એમ.સી.ની સક્રિય ભાગીદારી જેમકે શાળામાં તમામ મીટીંગ માં અચૂક હાજરી,શાળાના અને બાળકોના પ્રશ્નો ઉકેલવામાં તત્પરતા દાખવેલ છે અને અન્યોને પ્રેરણા મળી રહે તેવી કામગીરી કરે છે.એવોર્ડના વર્ષમાં શાળાને મેદાનમાં રોડ પંચાયતના સ્વભંડોળ માંથી તૈયાર કરી આપેલ તો સેવા સહકારી  મંડળી દ્વારા પણ શાળાના વિકાસ માટે દાન મેળવી આપેલ;તેમજ શાળામાં તિથીભોજ્નમાં ખુબ યોગદાન આપેલ હતું.આ સિવાય શાળામાં બાળકોની હાજરી વધારવા માટે પણ સંગીન પ્રયત્નો કેરેલ હતા.

Saturday, 21 January 2012

CRC SAMI-2



  તા.૧૮/૦૧/૨૦૧૨ના રોજ સમી-૨ સી.આર.સી.ની કઠીવાડા પ્રાથમિક શાળાની SMC બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શાળા ને  મેદાનની જરૂરીયાત છે તેમજ નવીન રૂમના બાધકામ માટે નવીન જમીનની જરૂરીયાત છે તે વાત ચર્ચાઈ હતી.  તો શાળાના રૂમની નજીકથી પસાર થતા વીજના તાર ખસેડવાની વાત પણ કરવામાં આવી હતી અને જી.ઈ.બી.સમીને તેની જાણ કરવાની વાત કરી હતી. 

                                નાનાજોરાવરપુરા SMC બેઠક

  તા.૧૯/૦૧/૨૦૧૨ના રોજ નાનાજોરાવરપુરા પ્રાથમિક શાળાની SMC ની બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.    


          આજની બેઠકમાં અહીં સાત ધોરણ વચ્ચે માત્ર ચાર જ વર્ગખંડ છે તો નવા વર્ગખંડ બનાવવા જગ્યા પણ નથી તો જમીન મેળવવા માટેનો મુદ્દો ખાસ ચર્ચાયો હતો અને એક અનામી દાતાએ બે વીઘા જમીન ખરીદવા માટેના ફંડની ગોઠવણ કરવાની ખાતરી આપી હતી હવે જમીન વેચાણ અથવા તો સરકારી અગુરમાં થી પ્રાપ્ત કરવાની વાત SMC એ હાથ ઉપર લીધી હતી.આ બેઠકની ફલશ્રુતિ કહી શકાય.



     બેઠક  બાદ જમીન અને સંભવિત દાતાનો પણ રૂબરૂ ઘેર જઈ સંપર્ક કરવાનો પ્રયાસ કો.ઓર્ડીનેટર દ્વારા  કરવામાં આવ્યો હતો.સાંજે સાત વાગે સંપર્કબાદ સી.આર.સી એ વિદાય લીધી હતી.
                                                     
                                                      સમી SMC બેઠક

     તા.૨૦/૦૧/૨૦૧૨ના રોજ સમી કન્યા પ્રાથમિક શાળાન-૨ ની SMC ની બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
             આ બેઠકમાં   સમી બી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી સુરેશભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતા અને  માર્ગદર્શન આપ્યું હતું.  
      
   સમી કન્યા પ્રાથમિક શાળા ન-૨ માં પાંચ વર્ગખંડ છે અને ૪૩૯ સંખ્યા છે. જેથી  શાળા બે પાલીમાં ચાલે છે. વળી જગ્યાનો  પણ અભાવ છે ત્યારે નવી જમીનની માગણી કરવાનો પ્રસ્તાવ આજની બેઠકમાં કરવામાં આવ્યો હતો. તો તા.૨૩/૧૨/૨૦૧૧ની STP વર્ગ ની સી.આર.સીની મુલાકાત અને તે દિવસે જ યોજેલ એ મફતપુરા પ્લોટ વિસ્તારના સમુદાયની મીટીંગ માં નક્કી  થયા મુજબ સર્વે હાથ ધરવામાં આવેલ હતું અને ત્યાં ૩ થી ૫ વર્ષના આંગણવાડીમાં ન જતા બાળકોની  સંખ્યા  ૩૧ નોધાઇ છે જેથી આ વિસ્તારમાં  સત્વરે ECCE શરુ કરવાની જરૂર  હોઈને  તે માટેની દરખાસ્ત  કરવાની બાબત પણ આજના એજન્ડામાં ટોચની રહી હતી.  
                                                               

       આમ એકંદરે ફળદાયી બેઠક રહી હતી બહેનોએ મધ્યાન ભોજનની ચકાસણી કરવા આવવાની  જવાબદારી વહન કરવાની વાત સ્વીકારી હતી.   

                                            ઝીલવાણા SMC બેઠક 
     તા.૨૧/૦૧/૨૦૧૨ના રોજ  ઝીલવાણા અનુપમ પ્રાથમિક શાળાની SMC ની બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.     
                           
   આબેઠકમાં શાળાને જરૂરી પ્રાર્થના હોલની બાબત ચર્ચાઈ હતી જેમાં દાન માટેની હાકલ કરવામાં આવતા જ બેઠક પૂર્ણ થયેથી એક દાતાએ રૂપિયા પચ્ચીસ હજારનું દાન આપવાની તૈયારી દર્શાવી હતી જે બેઠકની ફલશ્રુતિ કહી શકાય.  

         
     આ શાળા માં એક રૂમ બેસવા લાયક નથી તેની વાત પણ ચર્ચાઈ હતી અને ફરી રીમાઇન્ડર પત્ર દ્વારા તંત્રને જાણ કરવાની અને તે રૂમનો ઉપયોગ ન કરવાની વાત થઇ હતી.


Tuesday, 17 January 2012

CRC SAMI-2

    અગાઉથી નક્કી કર્યા  મુજબ સી.આર.સી.-સમી - ૨  ની શાળાઓની SMC ની બેઠક કો.ઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે.જેના ભાગ રૂપે તારોરા પ્રાથમિક શાળામાં તા.૧૭/૦૧/૨૦૧૨ના રોજ મીટીંગ મળી હતી જેમાં નીચેના એજન્ડા ચર્ચાયા હતા.                                       
૧.શ્રેષ્ઠ SMC સ્પર્ધામાં ભાગ લેવા બાબત..
૨.કન્યા કેળવણી નિધિની યોજનાઓનો બહોળો પ્રસાર કરવા અંગે ...
૩.નવી શાળા કે આંગણવાડીની જરૂરિયાત વિષે વિચારણા કરવા બાબત...
૪.શાળાએ ગેરહાજર રહેતા બાળકોને નિયમિત કરવા ...
૫.મીના કેમ્પેઈનનો પ્રસાર કરવા અંગે ...
૬.શાળાનો SIP બનાવવા અંગે...
૭.પ્રજાસત્તાકદિનની ઉજવણીના આયોજન બાબતે...
૮.LEP ગ્રાન્ટમાંથી શાળા કક્ષાએ યોજેલ વિજ્ઞાન પ્રદર્શનની નોંધ લેવા 
૯.અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તે ...
        LEP ગ્રાન્ટ માંથી વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેની મુલાકાત તમામ SMC સભ્યો અને સી.આર.સી.કો. ઓર્ડીનેટરે લીધી હતી અને બાળકોને પ્રાત્સાહિત કર્યા હતા.






        બહેનોએ  પણ રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું અને બાળકોને પ્રશ્નો પૂછી પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો.છેલ્લે બધાએ ચા-નાસ્તો કર્યો હતો. અને ગુણવત્તા સુધારવાના લક્ષ્ય તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનાં નિર્ધાર સાથે જરૂરી ચિંતન-મનન કરી બેઠક પૂરી કરી હતી. 

Sunday, 15 January 2012

CRC SAMI-2

   


               તા.૧૩/૦૧/૨૦૧૨ના રોજ જીલ્લા શિક્ષણ અને તાલીમા ભવન -પાટણ ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા '' પુસ્તક મેળા''નું  આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમી-૨ સી.આર.સી.ની તમામ પાંચે શાળાઓએ બનાવેલ ૧૧ સભ્યોની સમિતિ સેન્ટર વતીથી પુસ્તકોની પસંદગી કરી હતી.
       મેળામાં સમી તાલુકાને એન્ટર થવાનો સમય ૧૩:૦૦ કલાકનો હતો અને બરાબર તે જ વખતે માં.જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી ,જીલ્લા  પંચાયતના પ્રમુખશ્રી અને શ્રી કે.સી.પટેલ ડીરેક્ટર ગુજરાત એસ.ટી.નિગમ અને શ્રી ચંદુભાઈ જોશી પ્રમુખ રાજ્ય શિક્ષક સંઘ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    રજીસ્ટ્રેશન કરાવી સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ સાથે અકબરભાઈ સિપાઈ મુખ્ય શિક્ષક સમી કન્યા પ્રા.શાળા ન-૨,શ્રી અજીતભાઈ ગઢવી મુખ્ય શિક્ષક કઠીવાડા પ્રા.શાળા ,શ્રી હીરાભાઈ મકવાણા
ઉ.શિ.તારોરા પ્રા.શાળા અને દક્ષાબેન મકવાણા  સમી કન્યા પ્રા.શાળા ન-૨ તેમજ ત્રણ વિદ્યાર્થી અને ત્રણ વિદ્યાર્થીનીઓ મળી કુલ અગિયાર જણની સમિતિએ ૪૫૦૦ રૂપિયાનાં પુસ્તકોની પસંદગી સેન્ટરની પાંચ શાળાઓ માટે કરી હતી.



     પુસ્તકમેળાના ૧૫ વિભાગોમાંથી કુલ - ૪૦ પુસ્તકોની પસંદગી કરીને કાઉન્ટર પર સમિતિએ પોતાનો ઓર્ડર બુક કરાવ્યો હતો.

      જો કે બાળકો અને શિક્ષકોએ પહેલાંન ભોજન લીધું હતું અને પછી પુસ્તકોની પસંદગી કરી હતી.આમ એકંદરે જીલ્લા દ્વારા ખુબજ સુંદર આયોજન હાથ ધરાયું હતું. જીલ્લાના વહીવટી તંત્રને આ પ્રસંગે ધન્યવાદ આપવા ઘટે.
 '' દરરોજ વાંચનાર હોંશિયાર બને છે.''

''પુસ્તકો આપણા સાચા મિત્રો છે.''

           ચાલો આવજો....... ફરી મળીશું નવી વાતો સાથે નવા દિવસે.............એ.... આવજો................