સી.આર.સી.સમી-૨ દ્વારા પેટા શાળાઓમાં રીશેસના સમયે શિક્ષક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શાળાકીય આયોજન અને વર્ગનું માસવાર-તાસવાર આયોજન તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન,વિદ્યાર્થીઓની નિયમિત હાજરી અને એ માટે શરૂઆતથી જ રાખવાની કાળજી તથા વાલીઓની આપણી પાસેની અપેક્ષાઓ પર ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
તારોરા પ્રા.શાળા શિક્ષક બેઠક
કઠિવાડા પ્રા.શાળા શિક્ષક બેઠક
સમી કન્યા પ્રા.શાળા નં.૨
ઝીલવાણા અનુપમ પ્રા.શાળા
આ મીટીંગમાં અબ્રાહમ લિંકનનો શિક્ષકને પત્ર વંચાણે લેવામાં આવ્યો હતો.તો સાથે સાથે શિક્ષકોને સમાજની આપણા પાસેની અપેક્ષાઓ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.દરેક શિક્ષક મિત્રોએ પોતાના થકી શાળામાં કરેલ નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપવા મુખ્ય શિક્ષકે શિક્ષકોને પ્રેરતા રહેવાની અપીલ કરી હતી તેમજ સી.આર.સી.તરફથી આ માટે શ્રેષ્ઠ શિક્ષક સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતાં.





No comments:
Post a Comment