સર્વ શિક્ષા અભિયાન-પાટણ દ્વારા સને-૨૦૧૧-૨૦૧૨ના વર્ષની તાલુકા
કક્ષાએ 'શ્રેષ્ઠ એસ.એમ.સી.સ્પર્ધા' યોજાઈ હતી, જેમાં
સી.આર.સી.સમી-૨ ની તારોરા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં સમી
તાલુકાની શ્રેષ્ઠ એસ.એમ.સી.સ્પર્ધામાં તારોરા એસ.એમ.સી.ને પ્રથમ સ્થાન મળ્યું
હતું.આ સ્પર્ધામાં રૂપિયા પાંચ હજારનો ચેક,ટ્રોફી અને સન્માન પત્ર
સર્વ શિક્ષા અભિયાન કચેરી પાટણ તરફથી એનાયત કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ ચાલુ સાલે યોજાયેલ કન્યાકેળવણી અને શાળા પ્રવેસોત્સવ
કાર્યક્રમમાં તારોરા ગામે ડૉ.પીન્કીબેન આર.રાવલ લેક્ચરર ડાયેટ પાટણ અને
સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલના વરદ હસ્તે તા.૧૬/૦૬/૨૦૧૨ના રોજ એનાયત થયો હતો.આ એવોર્ડ
તારોરા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષશ્રી સુધીરદાન ગઢવી ,શાળાના
મુખ્ય શિક્ષક શ્રી બળદેવભાઈ દેસાઈ ,ગામના સરપંચશ્રી નવલસંગ
વાઘેલા અને એસ.એમ.સી. તથા શાળા પરિવારના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.
સદર એસ.એમ.સી.ની સક્રિય ભાગીદારી જેમકે શાળામાં તમામ મીટીંગ માં અચૂક
હાજરી,શાળાના અને બાળકોના પ્રશ્નો ઉકેલવામાં તત્પરતા દાખવેલ છે અને અન્યોને
પ્રેરણા મળી રહે તેવી કામગીરી કરે છે.એવોર્ડના વર્ષમાં શાળાને મેદાનમાં રોડ
પંચાયતના સ્વભંડોળ માંથી તૈયાર કરી આપેલ તો સેવા સહકારી મંડળી દ્વારા પણ
શાળાના વિકાસ માટે દાન મેળવી આપેલ;તેમજ શાળામાં તિથીભોજ્નમાં
ખુબ યોગદાન આપેલ હતું.આ સિવાય શાળામાં બાળકોની હાજરી વધારવા માટે પણ સંગીન
પ્રયત્નો કેરેલ હતા.

No comments:
Post a Comment