Saturday, 21 January 2012

CRC SAMI-2



  તા.૧૮/૦૧/૨૦૧૨ના રોજ સમી-૨ સી.આર.સી.ની કઠીવાડા પ્રાથમિક શાળાની SMC બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શાળા ને  મેદાનની જરૂરીયાત છે તેમજ નવીન રૂમના બાધકામ માટે નવીન જમીનની જરૂરીયાત છે તે વાત ચર્ચાઈ હતી.  તો શાળાના રૂમની નજીકથી પસાર થતા વીજના તાર ખસેડવાની વાત પણ કરવામાં આવી હતી અને જી.ઈ.બી.સમીને તેની જાણ કરવાની વાત કરી હતી. 

                                નાનાજોરાવરપુરા SMC બેઠક

  તા.૧૯/૦૧/૨૦૧૨ના રોજ નાનાજોરાવરપુરા પ્રાથમિક શાળાની SMC ની બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.    


          આજની બેઠકમાં અહીં સાત ધોરણ વચ્ચે માત્ર ચાર જ વર્ગખંડ છે તો નવા વર્ગખંડ બનાવવા જગ્યા પણ નથી તો જમીન મેળવવા માટેનો મુદ્દો ખાસ ચર્ચાયો હતો અને એક અનામી દાતાએ બે વીઘા જમીન ખરીદવા માટેના ફંડની ગોઠવણ કરવાની ખાતરી આપી હતી હવે જમીન વેચાણ અથવા તો સરકારી અગુરમાં થી પ્રાપ્ત કરવાની વાત SMC એ હાથ ઉપર લીધી હતી.આ બેઠકની ફલશ્રુતિ કહી શકાય.



     બેઠક  બાદ જમીન અને સંભવિત દાતાનો પણ રૂબરૂ ઘેર જઈ સંપર્ક કરવાનો પ્રયાસ કો.ઓર્ડીનેટર દ્વારા  કરવામાં આવ્યો હતો.સાંજે સાત વાગે સંપર્કબાદ સી.આર.સી એ વિદાય લીધી હતી.
                                                     
                                                      સમી SMC બેઠક

     તા.૨૦/૦૧/૨૦૧૨ના રોજ સમી કન્યા પ્રાથમિક શાળાન-૨ ની SMC ની બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
             આ બેઠકમાં   સમી બી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી સુરેશભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતા અને  માર્ગદર્શન આપ્યું હતું.  
      
   સમી કન્યા પ્રાથમિક શાળા ન-૨ માં પાંચ વર્ગખંડ છે અને ૪૩૯ સંખ્યા છે. જેથી  શાળા બે પાલીમાં ચાલે છે. વળી જગ્યાનો  પણ અભાવ છે ત્યારે નવી જમીનની માગણી કરવાનો પ્રસ્તાવ આજની બેઠકમાં કરવામાં આવ્યો હતો. તો તા.૨૩/૧૨/૨૦૧૧ની STP વર્ગ ની સી.આર.સીની મુલાકાત અને તે દિવસે જ યોજેલ એ મફતપુરા પ્લોટ વિસ્તારના સમુદાયની મીટીંગ માં નક્કી  થયા મુજબ સર્વે હાથ ધરવામાં આવેલ હતું અને ત્યાં ૩ થી ૫ વર્ષના આંગણવાડીમાં ન જતા બાળકોની  સંખ્યા  ૩૧ નોધાઇ છે જેથી આ વિસ્તારમાં  સત્વરે ECCE શરુ કરવાની જરૂર  હોઈને  તે માટેની દરખાસ્ત  કરવાની બાબત પણ આજના એજન્ડામાં ટોચની રહી હતી.  
                                                               

       આમ એકંદરે ફળદાયી બેઠક રહી હતી બહેનોએ મધ્યાન ભોજનની ચકાસણી કરવા આવવાની  જવાબદારી વહન કરવાની વાત સ્વીકારી હતી.   

                                            ઝીલવાણા SMC બેઠક 
     તા.૨૧/૦૧/૨૦૧૨ના રોજ  ઝીલવાણા અનુપમ પ્રાથમિક શાળાની SMC ની બેઠક અધ્યક્ષશ્રીની હાજરીમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી હરિભાઇ  પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ.જેમાં પણ ઉપરોક્ત એજન્ડાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.     
                           
   આબેઠકમાં શાળાને જરૂરી પ્રાર્થના હોલની બાબત ચર્ચાઈ હતી જેમાં દાન માટેની હાકલ કરવામાં આવતા જ બેઠક પૂર્ણ થયેથી એક દાતાએ રૂપિયા પચ્ચીસ હજારનું દાન આપવાની તૈયારી દર્શાવી હતી જે બેઠકની ફલશ્રુતિ કહી શકાય.  

         
     આ શાળા માં એક રૂમ બેસવા લાયક નથી તેની વાત પણ ચર્ચાઈ હતી અને ફરી રીમાઇન્ડર પત્ર દ્વારા તંત્રને જાણ કરવાની અને તે રૂમનો ઉપયોગ ન કરવાની વાત થઇ હતી.


Tuesday, 17 January 2012

CRC SAMI-2

    અગાઉથી નક્કી કર્યા  મુજબ સી.આર.સી.-સમી - ૨  ની શાળાઓની SMC ની બેઠક કો.ઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે.જેના ભાગ રૂપે તારોરા પ્રાથમિક શાળામાં તા.૧૭/૦૧/૨૦૧૨ના રોજ મીટીંગ મળી હતી જેમાં નીચેના એજન્ડા ચર્ચાયા હતા.                                       
૧.શ્રેષ્ઠ SMC સ્પર્ધામાં ભાગ લેવા બાબત..
૨.કન્યા કેળવણી નિધિની યોજનાઓનો બહોળો પ્રસાર કરવા અંગે ...
૩.નવી શાળા કે આંગણવાડીની જરૂરિયાત વિષે વિચારણા કરવા બાબત...
૪.શાળાએ ગેરહાજર રહેતા બાળકોને નિયમિત કરવા ...
૫.મીના કેમ્પેઈનનો પ્રસાર કરવા અંગે ...
૬.શાળાનો SIP બનાવવા અંગે...
૭.પ્રજાસત્તાકદિનની ઉજવણીના આયોજન બાબતે...
૮.LEP ગ્રાન્ટમાંથી શાળા કક્ષાએ યોજેલ વિજ્ઞાન પ્રદર્શનની નોંધ લેવા 
૯.અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તે ...
        LEP ગ્રાન્ટ માંથી વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેની મુલાકાત તમામ SMC સભ્યો અને સી.આર.સી.કો. ઓર્ડીનેટરે લીધી હતી અને બાળકોને પ્રાત્સાહિત કર્યા હતા.






        બહેનોએ  પણ રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું અને બાળકોને પ્રશ્નો પૂછી પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો.છેલ્લે બધાએ ચા-નાસ્તો કર્યો હતો. અને ગુણવત્તા સુધારવાના લક્ષ્ય તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનાં નિર્ધાર સાથે જરૂરી ચિંતન-મનન કરી બેઠક પૂરી કરી હતી. 

Sunday, 15 January 2012

CRC SAMI-2

   


               તા.૧૩/૦૧/૨૦૧૨ના રોજ જીલ્લા શિક્ષણ અને તાલીમા ભવન -પાટણ ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા '' પુસ્તક મેળા''નું  આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમી-૨ સી.આર.સી.ની તમામ પાંચે શાળાઓએ બનાવેલ ૧૧ સભ્યોની સમિતિ સેન્ટર વતીથી પુસ્તકોની પસંદગી કરી હતી.
       મેળામાં સમી તાલુકાને એન્ટર થવાનો સમય ૧૩:૦૦ કલાકનો હતો અને બરાબર તે જ વખતે માં.જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી ,જીલ્લા  પંચાયતના પ્રમુખશ્રી અને શ્રી કે.સી.પટેલ ડીરેક્ટર ગુજરાત એસ.ટી.નિગમ અને શ્રી ચંદુભાઈ જોશી પ્રમુખ રાજ્ય શિક્ષક સંઘ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    રજીસ્ટ્રેશન કરાવી સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ સાથે અકબરભાઈ સિપાઈ મુખ્ય શિક્ષક સમી કન્યા પ્રા.શાળા ન-૨,શ્રી અજીતભાઈ ગઢવી મુખ્ય શિક્ષક કઠીવાડા પ્રા.શાળા ,શ્રી હીરાભાઈ મકવાણા
ઉ.શિ.તારોરા પ્રા.શાળા અને દક્ષાબેન મકવાણા  સમી કન્યા પ્રા.શાળા ન-૨ તેમજ ત્રણ વિદ્યાર્થી અને ત્રણ વિદ્યાર્થીનીઓ મળી કુલ અગિયાર જણની સમિતિએ ૪૫૦૦ રૂપિયાનાં પુસ્તકોની પસંદગી સેન્ટરની પાંચ શાળાઓ માટે કરી હતી.



     પુસ્તકમેળાના ૧૫ વિભાગોમાંથી કુલ - ૪૦ પુસ્તકોની પસંદગી કરીને કાઉન્ટર પર સમિતિએ પોતાનો ઓર્ડર બુક કરાવ્યો હતો.

      જો કે બાળકો અને શિક્ષકોએ પહેલાંન ભોજન લીધું હતું અને પછી પુસ્તકોની પસંદગી કરી હતી.આમ એકંદરે જીલ્લા દ્વારા ખુબજ સુંદર આયોજન હાથ ધરાયું હતું. જીલ્લાના વહીવટી તંત્રને આ પ્રસંગે ધન્યવાદ આપવા ઘટે.
 '' દરરોજ વાંચનાર હોંશિયાર બને છે.''

''પુસ્તકો આપણા સાચા મિત્રો છે.''

           ચાલો આવજો....... ફરી મળીશું નવી વાતો સાથે નવા દિવસે.............એ.... આવજો................

CRC SAMI-2


 તા.૧૧/૦૧/૨૦૧૨ના રોજ સમી - ૨ સી.આર.સી.ની શાળાઆઓના વિકલાંગ બાળકોનો પતંગોત્સવ સમી કન્યા પ્રા.શાળા નં-૨ માં યોજાઈ ગયો જેમાં રિસોર્સ ટીચરો શ્રી ચૌધરી અને ચાવડા હાજર રહ્યા હતા.
 
       
            IED બાળકોનેસી.આર.સી.શ્રી હરિભાઈ પટેલે અભિનયગીત ગવડાવીને ખુશખુશાલ કરી દીધાં હતાં ;
અને તે બાળકો પણ નાચવા લાગ્યા હતાં.
     બાળકોને આવકારી પતંગોત્સવ ની ઉજવણી કરી હતી જેમાં તારોરા પ્રાથમિક શાળાનો વૈષ્ણવ આનંદ પતંગ સાથે પોતે એક્મય બન્યો હતો અને પતંગે પણ સારો સાથ આપ્યો હતો.

 પતંગો ચાગાવ્યાબાદ સાથે આવેલ વાલીઓ અને બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.આમ ખુબજ આનદ સાથે બાળકો અને વાલીઓએ પતંગોત્સવમાં ભાગ લીધો હતો.

                                                                                        

Saturday, 14 January 2012

CRC SAMI-2

 
તારીખ:૯/૦૧/૨૦૧૨ના રોજ સમી કન્યા પ્રા.શાળાના વિદ્યાર્થીઓની મુજપુર સી.એચ.સી.નાં ડોકટરે   આરોગ્ય તપાસ   કરવામાં આવી.જેમાં  સી.આર.સી.કો.ઓર્ડીનેટર પણ હાજર રહ્યા હતા.

Saturday, 7 January 2012

CRC SAMI-2

       તા.૭/૦૧/૨૦૧૨ના રોજ સી.આર.સી.સમી-૨ માં  એક દિવસીય શિક્ષક સેવાકાલીન તાલીમ યોજાઈ ગઈ જેમાં માનનીય વડાપ્રધાનશ્રી મનમોહનસિંહ અને માનનીય શિક્ષણપ્રધાનશ્રી કપિલ સિબ્બલ દ્વારા  સ્વતંત્ર ભારતના પ્રથમ  શિક્ષણપ્રધાન ડો.મૌલાના અબ્દુલ  કલામના જન્મદિન તા.૧૧/૧૧/૨૦૧૧ને ' શિક્ષણ દિન ' તરીકે ઉજવવા પ્રસંગે સંદેશ મળેલ તેનું વાંચન કરવામાં આવ્યું હતું.
      તાલીમમા ચિંતનનો મુદ્દો તારોરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કાન્તીજી ઠાકોરે લઈ 'ઉત્તરાયણ પર્વ' વિષે ગહન ક્ષનાવટ કરવામાં આવી હતી.
     તાલીમ બયાસેગના માધ્યમથી આપવામાં આવી હતી.જેમાં 'સંકલિત ઉપચારાત્મક વર્ગ' અને 'પ્રજ્ઞા અભિગમ' વિષે શ્રી દિનેશ ભાઈ દેસાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેને શિક્ષક મિત્રોએ  ખુબજ રસપૂર્વક સાંભળ્યું હતું.
          તાલીમમાં કુલ -૩૭ સારસ્વતોએ ભાગ લીધો હતો.આમ તો એડપ્સ અંતર્ગત દરેક બાળકની  પ્રોફાઈલ બનાવાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો શા માટે શિક્ષકોની પણ પ્રોફાઈલ તૈયાર ના કરવામાં આવે ? આ સેવાકાલીન તાલીમ દરમ્યાન અમારી સી.આર.સી.ની.તમામ પાંચ શાળાઓ અને ચાલીસ શિક્ષકોની પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી હતી.