વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા દરવર્ષે પર્યાવરણ બચાવો ઝુંબેશ હાથ ધરાય છે.તેમજ છેલ્લા ૧૦ વર્ષથી NGC નેશનલ ગ્રીન કોર પ્રોગ્રામ માધ્યમીક શાળા ક્ક્ષાએ ચાલે છે જે અંતર્ગત 'ઇકો-ક્લબ' ની રચના જે તે વિદ્યાલયોમાં કાર્યરત છે.ગતવર્ષે એક સર્વે અભિયાન ચલાવાયું હતું ''કોણ બનશે પર્યાવરણ એમ્બેસેડર'' જેમાં હજારો સભ્યોએ પોસ્ટકાર્ડ લખી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામને
પર્યાવરણ એમ્બેસેડર તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા.હવે એ જ ઉપક્રમમાં 'નેશનલ ગ્રીન કોર ' સાથે ''પર્યાવરણ મિત્ર'' નામનો પ્રોજેક્ટ જોડવામાં આવ્યો છે.જેની રૂપરેખા સાથેની અમલીકરણ માટેનું પુસ્તક ''પર્યાવરણ મિત્ર - શિક્ષક સહાયક પુસ્તિકા'' ની ગુજરાતી આવૃત્તિ તૈયાર કરવાનો '' પુસ્તક પરામર્શન કાર્યશિબિર પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સંયુક્ત ઉપક્રમે તારીખ:૨૯/૧૨/૨૦૧૧ થી ૩૧/૧૨/૨૦૧૧ સુધી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર -થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં પર્યાવરણના લેખકોએ ભાગ લીધો હતો તેમજ ગુજરાતની સ્થાનીય બાબતોને તે હેન્ડ-બુકમાં આવરી લેવા પ્રયાસ કર્યો હતો.તે પ્રસંગે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામકશ્રી જી.આઈ.શેખ સાહેબ,વિષય સંયોજક ક્રિશ્ના દવે મેડમ ,પ્રોગ્રામ કો.ઓર્ડીનેટરશ્રી સંતોષ ગુપ્તાCEE ,શ્રી સંજયભાઈ ત્રિવેદી અને શ્રી ભૌમીકભાઈ ત્રિવેદી GCERT માંથી ઉપસ્થિત રહ્યા હતા.



No comments:
Post a Comment