Saturday, 31 December 2011

CRC SAMI-2



                   આવો જોડાઈએ '' પર્યાવરણ મિત્ર '' તરીકે ......................................

CRC SAMI-2

    વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા દરવર્ષે પર્યાવરણ બચાવો ઝુંબેશ હાથ ધરાય છે.તેમજ છેલ્લા ૧૦ વર્ષથી NGC નેશનલ ગ્રીન કોર   પ્રોગ્રામ માધ્યમીક શાળા  ક્ક્ષાએ ચાલે છે જે અંતર્ગત 'ઇકો-ક્લબ' ની     રચના જે તે  વિદ્યાલયોમાં કાર્યરત છે.ગતવર્ષે એક સર્વે અભિયાન ચલાવાયું હતું ''કોણ બનશે પર્યાવરણ એમ્બેસેડર'' જેમાં હજારો સભ્યોએ પોસ્ટકાર્ડ  લખી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામને


પર્યાવરણ એમ્બેસેડર તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા.હવે એ જ ઉપક્રમમાં 'નેશનલ ગ્રીન કોર ' સાથે ''પર્યાવરણ મિત્ર'' નામનો પ્રોજેક્ટ જોડવામાં આવ્યો છે.જેની રૂપરેખા સાથેની અમલીકરણ માટેનું  પુસ્તક  ''પર્યાવરણ મિત્ર - શિક્ષક સહાયક પુસ્તિકા'' ની ગુજરાતી આવૃત્તિ તૈયાર કરવાનો '' પુસ્તક પરામર્શન કાર્યશિબિર પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના  સંયુક્ત ઉપક્રમે તારીખ:૨૯/૧૨/૨૦૧૧ થી ૩૧/૧૨/૨૦૧૧ સુધી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર -થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં પર્યાવરણના લેખકોએ ભાગ લીધો હતો તેમજ ગુજરાતની સ્થાનીય બાબતોને તે હેન્ડ-બુકમાં આવરી લેવા પ્રયાસ કર્યો હતો.તે પ્રસંગે  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક  મંડળના નાયબ  નિયામકશ્રી જી.આઈ.શેખ સાહેબ,વિષય સંયોજક ક્રિશ્ના દવે મેડમ ,પ્રોગ્રામ કો.ઓર્ડીનેટરશ્રી સંતોષ ગુપ્તાCEE ,શ્રી સંજયભાઈ ત્રિવેદી અને શ્રી ભૌમીકભાઈ ત્રિવેદી GCERT માંથી ઉપસ્થિત રહ્યા હતા.


Wednesday, 28 December 2011

                  
     સમીના મફતપુરા વિસ્તારમાં ચાલતા એ.એલ.એસ.વર્ગની તા.૨૩/૧૨/૨૦૧૧ના રોજ  મુલાકાત લીધી હતી.જેમાં ભૂલકાં સાથે વર્ગના બાલમિત્ર શ્રી લાખાભાઈ અને સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ

       વર્ગની મુલાકાત દરમ્યાન સ્થાનિક વાલીઓનો સંપર્ક કર્યો હતો જેમાં વિસ્તારના પૂર્વ ગ્રામ પંચાયત સદસ્યા જેતુનબેન સાથેના વાર્તાલાપથી જાણવા મળ્યું હતું કે કેટલાક બાળકો આ વિસ્તારમાંથી શાળા કે આંગણવાડીએ જતા નથી જેથી તે જ દિવસે સાંજે ૬:૦૦ કલાકે વાળી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


    
                સી.આર.સી.સમી-૨ ના સમીના  મફતપુરા પરા વિસ્તારના વાલીઓની મીટીંગના એજન્ડા નીચે મુજબ હતા.
                        ૧. બાળકોને શાળાએ મોકલવા વાલીઓને સમજાવવા
                        ૨. જે બાળકો શાળાએ નથી જઈ શક્યા તેમને એ.એસ.વર્ગમાં મોકલવા
                        ૩. એ.એસ.વર્ગ માટે બેસવાની જગ્યા શોધવી
                        ૪. આંગણવાડી શરુ થઇ શકે તેમ હોય તો સર્વે કરવો
                        ૫. નવી શાળાની શક્યતા તપાસવી

          સાંજે ૬:૦૦ કલાકે મળેલી વાળી મીટીંગમાં સમી ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રી ગફુરભાઈ ,એસ.એમ.સી.નાં અધ્યક્ષ શ્રી મુસાભાઈ ,સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ ,સભ્ય સચિવ શ્રી અકબરખાન સિપાઈ ,પૂર્વ ગ્રામ પંચાયત સદસ્યા જેતુનબેન,બાલમિત્ર શ્રી લાખાભાઈ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


       વાલી મીટીંગની ફલશ્રુતિએ હતી કે એ.એલ.એસ.વર્ગને બેસવા માટેના મકાનની તાત્કાલિક વ્યવસ્થા સરપંચશ્રીએ ગોઠવી દીધી હતી તો સર્વે હાથ ધરીને જો બાળકો પુરતી સંખ્યામાં મળી રહે તો શાળા કે આંગણવાડી માટે જગ્યાની વ્યવસ્થા કરી આપવાની સરપંચે ખાતરી આપી હતી.અત્યારે ૦ થી ૧૪ વર્ષના બાળકોનો સર્વે ચાલી રહ્યો છે.

                                                           સમી કન્યા પ્રા.શાળા નં-૨ 

        તા.૨૮/૧૨/૨૦૧૧ ના રોજ સી.આર.સી.સમી-૨ ની સદર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા  બીજને ઉગવા માટે  હવા અને ભેજની જરૂર હોય છે તે સાબિત કરતો અનોખો પ્રયોગ હાથ ધરેલ જેમાં રાઈ (રાયડા)નાં બીજને પ્લાસ્ટીકના નાના કૂંડામાં કપાસનું  રૂ  ભરી તેમાં યોગ્ય પાણી આપીને  રાઈ ના છોડ ઉગાડવાનો  પ્રયાસ  કર્યો હતો. જુઓ આ રહ્યા રાઈના છોડ .!!!
    
                                 બાલિકાઓ તેમના આ સફળ પ્રયોગને કારણે ખુબ જ  ખુશ છે.


Wednesday, 21 December 2011

crcsami-2

      માનનીય,
                      ડી.ઈ.ઓ. નૈષધભાઈ મકવાણા સાહેબ દ્વારા વેધક પ્રશ્ન

બાળકોના બચપણને કોણ બચાવશે ?








આવો સૌ સાથે મળી બાલ દેવોના બચપણને બચાવવા બરાબરના લાગી જઈએ.......




CRC SAMI-2

    સમી-૨ સી.આર.સી.ની પ્રજ્ઞા  શાળા ક્થીવાડાની મુલાકાત દરમ્યાન કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલે  બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.














        પ્રજ્ઞા શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિને મળ્યું ફલક .....                       પ્રવૃત્તિમય ભૂલકાં જાણે પતંગિયા રંગરંગીયા....

                         એસ.એસ.એ.એમ.પાટણ દ્વારા સી.આર.સી./બી.આર.પી. તાલીમ વરાણા ખોડીયાર મંદિર પરિસરમાં તા.૧૩/૧૨/૨૦૧૧ થી ૧૬/૧૨/૨૦૧૧ દરમ્યાન યોજાઈ હતી.તે દરમ્યાન વર્ગ-૨મા તાલીમ આપી રહેલ હારીજ બી.આર.સી.શ્રી રમેશભાઈ ઠક્કર

Thursday, 15 December 2011

  પ્રથમ સી.આર.સી.સેવાકાલીન તાલીમમાં ચિંતનનો મુદ્દો ''જે શિક્ષક શીખતો ન રહે તે ક્દી  શીખવી ના શકે '' લઈ રહેલા  સમી કન્યા પ્રાથમિક શાળા નં-૨ ના ઉપ શિક્ષકશ્રી નારાયણભાઈ દલવાડી

તારીખ:૩/૧૨/૨૦૧૧           સમય: ૭:૨૧       સ્થળ:-સમી કન્યા પ્રાથમિક શાળા નં-૨,મુ.પો.તા:સમી,જી: પાટણ