Sunday 25 November 2012

' પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'

      સી.આર.સી.કક્ષાએ  'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા' યોજાયા બાદ તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં ઝીલવાણા અનુપમ શાળાની વિદ્યાર્થીની ડોડીયા ભારતીબેન પ્રથમ સ્થાને રહી હતી તેમજ જીલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાને રહી સમગ્ર ઝીલવાણા ગામ,સમી-૨ સી.આર.સી. અને સમી તાલુકાનું નામ રોશન કરી રૂપિયા બે હજારનું રોકડ ઇનામ પ્રાપ્ત કરેલ હતું.આમ શરૂઆતથી જ સારું અને સાચું માર્ગદર્શન તેમના શિક્ષકશ્રી તરફથી મળ્યું અને ત્યારબાદની સ્પર્ધામાં સારું પ્રેરક વાતાવરણ મળ્યું હતું જેનું સુંદર પરિણામ મળ્યું.શાળા પરિવાર અને ભારતીબેનને ખુબ ખુબ અભિનંદન તેમજ તેના માર્ગદર્શક શિક્ષક્શ્રીને ધન્યવાદ .....



'પંચશક્તિ વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા'

       ચાલુ  સાલે શાળા કક્ષાએ 'પંચશક્તિ વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા' યોજાઈ હતી જેમાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સી.આર.સી.કક્ષાએ આ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતાને જીલ્લા કક્ષાએ ભાગ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે સમી-૨ સી.આર.સી.ની પાંચેય પેટા શાળાઓનાં બાળકોએ સદર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પંચશક્તિ નિબંધ લેખન સ્પર્ધા 

પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા 

     આ સ્પર્ધામાં ભાગ લેનારને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે સમી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી એન.વી.ગોહિલ,કો.ઓર્ડીનેટર શ્રી હરિભાઈ પટેલ ,પે.સેન્ટરના આચાર્યશ્રી પસાભાઈ પટેલ ,અકબરખાન સિપાઈ મુખ્ય શિક્ષક અને માર્ગદર્શક શિક્ષકો અને આ સ્પર્ધાના નિર્ણાયકો શ્રી મહીપતરામ રાજગોર સહીત સ્પર્ધકોએ હાજરી આપી હતી.

પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં.

       'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં બહેનોના  વિભાગમાં ઝીલવાણાની વિદ્યાર્થીની ભારતીબેન ડોડીયા પ્રથમ સ્થાને રહી હતી.જેના પ્રભાવક વક્તવ્યે સોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

         'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં ભાઈઓના  વિભાગમાં કઠિવાડા શાળાનો વિદ્યાર્થી  સંકેતજી ઠાકોર દ્વિતીય સ્થાને રહ્યો હતો.

'પંચશક્તિ નિબંધ લેખન સ્પર્ધા'માં ભાઈઓના વિભાગમાં પાર્થ ડોડીયા ઝીલવાણા શાળાનો વિદ્યાર્થી પ્રથમ રહ્યો હતો.


'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા'માં બહેનોના  વિભાગમાં સમી કન્યા શાળા નં-૨ ની  વિદ્યાર્થીની  સંકેતજી પ્રથમ  સ્થાને રહી હતો.


 




એસ.ટી.પી.વર્ગની મુલાકાત

   સી.આર.સી.સમી-૨ ની પેટા શાળાઓ પૈકી સમી કન્યા પ્રાથમિક શાળા નં-૨ માં એસ.ટી.પી.વર્ગ ચલાવવા માં આવી રહ્યો છે જેમાં કુલ-૧૯ બાળકોને આવરી લેવામાં આવેલ છે.આ બાળકોને સ્પેશ્યલ ટ્રેઈનીંગ આપીને વય કક્ષાઅનુસાર જે તે ધોરણમાં પ્રવેશ આપીને મેઈન સ્ટ્રીમ કરવામાં આવ છે.આ વર્ગના બાલમિત્ર  શ્રી લાખાભાઈ આ બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે તે સમયની તસ્વીર...



ઈ.સી.સી.ઈ.વર્ગની મુલાકાત

       સી.આર.સી.સમા-૨ માં સમી કન્યા પ્રાથમિક શાળા નં-૨ દ્વારા બે ઈ.સી.સી.ઈ.વર્ગો ચલાવવામાં આવે છે.જેની કો.ઓર્ડીનેટરે મુલાકાત લીધી હતી.જેમાં બાળકોની નિયમિત હાજરી,બાળકોને આપવામાં આવતો નાસ્તાનું યોગ્ય પ્રમાણ અને બાળકોને યોગ્ય વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો કાર્યકરે કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઈ.સી.સી.ઈ.વર્ગ-૧ પિયાની લીંબડી ,મોટો માઢ,સમી 

                                      ઈ.સી.સી.ઈ.વર્ગ-૨ મફતપુરા,સમી


         આ બંને વર્ગોમાં બાળકોને નાસ્તો અને મનગમતું વાતાવરણ બાળકોને પૂરું પાડવાના પૂરતા પ્રયાસ કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.


શિક્ષક સ્ટાફ મીટીંગ

      સી.આર.સી.સમી-૨ દ્વારા પેટા શાળાઓમાં રીશેસના સમયે શિક્ષક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં શૈક્ષણિક વર્ષની  શરૂઆતમાં શાળાકીય આયોજન અને વર્ગનું માસવાર-તાસવાર આયોજન તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન,વિદ્યાર્થીઓની નિયમિત હાજરી અને એ માટે શરૂઆતથી જ રાખવાની કાળજી તથા વાલીઓની આપણી પાસેની અપેક્ષાઓ પર ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

તારોરા પ્રા.શાળા શિક્ષક બેઠક 

કઠિવાડા પ્રા.શાળા શિક્ષક બેઠક 



સમી કન્યા પ્રા.શાળા નં.૨ 


ઝીલવાણા અનુપમ પ્રા.શાળા 

           આ મીટીંગમાં અબ્રાહમ લિંકનનો શિક્ષકને પત્ર વંચાણે લેવામાં આવ્યો હતો.તો સાથે સાથે શિક્ષકોને સમાજની આપણા પાસેની અપેક્ષાઓ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.દરેક શિક્ષક મિત્રોએ પોતાના થકી શાળામાં કરેલ નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપવા મુખ્ય શિક્ષકે શિક્ષકોને પ્રેરતા રહેવાની અપીલ કરી હતી તેમજ સી.આર.સી.તરફથી આ માટે શ્રેષ્ઠ શિક્ષક સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતાં.

પ્રજ્ઞા વર્ગ

     સી.આર.સી.સમી-૨ ની કઠિવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૪ માં પ્રજ્ઞા અભિગમ અમલી છે.આ શાળાની મુલાકાત દરમિયાન શાળાના બાળકો અને શિક્ષકો પ્રવૃત્તિમાં તન્મય થયેલા જોઈ શકાય છે.

ગુજરાતી વર્ગ 

ગણિત વર્ગ 

વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ડિસપ્લેબોર્ડ  પર 

          આ નવા વર્ષની શરૂઆતની  ડિસપ્લેની તસ્વીર છે.બાળકોને પ્રવૃત્તિમય રાખતો અને વાસ્તવિક અનુભવ આપતો અભિગમ એટલે જ પ્રજ્ઞા અભિગમ.